પરિચય
સ્મિશિંગ એ 'ફિશિંગ' ની બીજી વિવિધતા છે, જેમાં ટૂંકા સેવા સંદેશ (SMS) અથવા ટેક્સ્ટ સંદેશનો ઉપયોગ નાણાકીય છેતરપિંડી કરવા માટે યુઝર્સની વ્યક્તિગત/નાણાકીય માહિતી એકત્ર કરવા માટે થાય છે. ઘણીવાર ટેક્સ્ટ સંદેશો બનાવટી હોય છે, જે તેમને અધિકૃત સ્ત્રોતમાંથી આવ્યા હોવાનું જણાય છે. યુઝર્સને કપટપૂર્ણ માલવેરથી અસરગ્રસ્ત લિંક્સ પણ પ્રાપ્ત થઈ શકે છે જે અસલ એપ્લિકેશનની નકલ કરે છે અથવા એવી લિંક કે જે તેમને માહિતી એકત્ર કરવા માટે નકલી સાઇટ પર લઇ જઈ શકે છે.
સ્મિશિંગ કેવી રીતે કામ કરે છે – કાર્યપ્રણાલી
- યુઝરને લિંક્સ/ ઑફર્સ ની પોસ્ટ/ ગિફ્ટ્સ/પુરસ્કારો સાથે સંદેશા મળે છે.
- યુઝરને શંકાસ્પદ સાઇટ્સ/લિંક પર રીડાયરેક્ટ કરે છે
- યુઝરને વ્યક્તિગત માહિતી/લિંક્સ પાર ક્લિક કરવા/સૉફ્ટવેર ડાઉનલોડ કરવા માટે વિનંતી કરે છે
- ડેટા લીક, માલવેર/વાયરસ હુમલા અને સાયબર છેતરપિંડી તરફ દોરે છે.