પરિચય
જ્યારે કોઈ છેતરપિંડી કરનાર ઈન્ટરનેટ ટેલિફોન સેવા (VoIP) નો ઉપયોગ કરે છે અને લક્ષ્ય દ્વારા સંવેદનશીલ વ્યક્તિગત/નાણાકીય માહિતી જાહેર કરાવે છે, ત્યારે તેને વિશિંગ અથવા વૉઇસ ફિશિંગ કહેવામાં આવે છે. તે ફિશિંગ હુમલાનો એક પ્રકાર છે. આવા કપટપૂર્ણ વોઈસ કોલ કરનારા છેતરપિંડી કરનારાઓને વિશર કહેવામાં આવે છે.
તેઓ નકલી કૉલર ID પ્રોફાઇલ્સ ('કોલર ID સ્પૂફિંગ') બનાવે છે જે ફોન નંબરોને કાયદેસર જેવા બતાવે છે. વિશિંગનો ધ્યેય ખૂબ જ સરળ છે, વ્યક્તિઓમાં ડર પેદા કરીને પૈસા અથવા ઓળખ અથવા બંનેની ચોરી કરવી.
તેમજ છેતરપિંડી કરનારાઓ સોશ્યિલ એન્જિનિયરિંગ યુક્તિઓ, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પદ્ધતિઓનો ઉપયોગ વપરાશકર્તાઓને છેતરવા અથવા મૂર્ખ બનાવા માટે કરે છે. તેઓ વપરાશકર્તાની લાગણીઓને તેમને માહિતી પ્રદાન કરવા અથવા નકલી કૉલ્સ અથવા વિશિંગ હુમલાઓ દ્વારા ચોક્કસ ક્રિયા કરવા માટે લક્ષ્ય બનાવે છે.
વિશીંગ હુમલાઓ આ રીતે થાય છે
આ તકનીકમાં છેતરપિંડી કરનાર નાણાકીય છેતરપિંડી કરવા માટે સંવેદનશીલ માહિતી જાહેર કરવા માટે વપરાશકર્તા સાથે છેતરપિંડી કરી શકે છે.
-
કોલર IDને વિશ્વાસપાત્ર સ્ત્રોતમાંથી હોવાનું દેખાડવા સ્પુફિંગ કરીને
-
નકલી કોલ્સ કરીને અને વિવિધ બહાને વપરાશકર્તાને સમજાવીને જેમ કે
-
KYC અપડેટ કરીને
-
આધારને લિંક કરીને
-
મફત ભેટ/લોટરી/ઈનામો ઓફર કરીને
-
બેંક/ગેસ એજન્સી વગેરેમાંથી ગ્રાહક સેવા એક્ઝિક્યુટિવ બનીને
-
-
વપરાશકર્તાને પૈસા મેળવવા માટે બાર/QR કોડ સ્કેન કરવાનું કહીને
-
વપરાશકર્તાને ગૂગલ પર તેમના દ્વારા અપડેટ કરાયેલા નકલી કસ્ટમર કેર નંબર પર કૉલ કરવા માટે કહીને.