બાઈટીંગ એ સાયબર એટેકનો એક પ્રકાર છે જેમાં છેતરપિંડી કરનાર પીડિતોને આકર્ષક લાલચ આપીને માલવેર ડાઉનલોડ કરવા માટે ચાલાકી/યુક્તિનો પ્રયોગ કરે છે. લાલચ એ USB, પેનડ્રાઈવ, CD વગેરે જેવા ભૌતિક માધ્યમો હોઈ શકે છે, જે માલવેરથી સંકળાયેલ/પીડિત છે અથવા મફત મૂવી ડાઉનલોડ્સ દ્વારા કે જે ખરેખર માલવેર છે. વધુમાં છેતરપિંડી કરનાર આ ભૌતિક મીડિયા ડિવાઇસને અધિકૃત દેખાવા માટે અમુક લોકપ્રિય કંપની લોગો વગેરે સાથે લેબલ કરી શકે છે.

ઉદાહરણ:

 

  • ચેપગ્રસ્ત પેનડ્રાઈવનું મફતમાં વિતરણ, મફત એન્ટીવાયરસ, મફત મૂવી ડાઉનલોડ વગેરે,
  • ચેપગ્રસ્ત ભૌતિક માધ્યમો જેમ કે USB, પેન ડ્રાઈવ વગેરેને જાહેર સ્થળોએ છોડવું
  • મૂવીઝ, ગેમ્સ, એન્ટીવાયરસ વગેરેના મફત ડાઉનલોડની જાહેરાત કરવી